Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી, પ્રતિદિન 2.85 કરોડનું વીજ ઉત્પાદન

Social Share

અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદાના તટ વિસ્તારમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 85,870 ક્યુસેક થઈ રહી છે. હાલ જળાશયમાં 3570 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. હાલ ડેમમાં પાણીની આવક જે રીતે થઈ રહી છે. તે જોતા સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાશે એવુ લાગી રહ્યું છે. ડેમમાં પાણીની પૂરતી આવક સતત રહેતા તમામ RBPH અને CHPH પાવર હાઉસ ચાલુ કરાતા હાલ રોજની 2.85 કરોડની વીજ ઉત્પાદનથી આવક ગુજરાત સરકારને થઈ રહી છે. ગુજરાતને વર્ષ દરમિયાન પીવાનું તેમજ સિંચાઈનું પુરતું પાણી આપી શકાશે.

રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમ સાચા અર્થમાં લોકો માટે જીવાદોરી સમાન બન્યો છે. રાજ્યમાં મોટાભાગના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સૌની યોજના હેઠળ ડેમ અને તળાવો ભરીને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. છેક કચ્છ સુધી નર્મદાનું  પાણી પહોંચ્યુ છે. હવે નર્મદા ડેમમાં સંતોષકારક પાણીનો જથ્થાનો સંગ્રહ થતાં રાજ્યભરમાં પાણીની કોઈ જ સમસ્યા ઊબી નહીં થાય. નર્મદા ડેમ જળ સપાટી હાઇએસ્ટ લેવલ પર એટલે કે, જળસપાટી 132.54 મીટરે પહોંચી છે.  અને જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હવે મહત્તમ સપાટીથી તે માત્ર 6 મીટર દૂર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી ટુંક સમયમાં ભરાય એવી આશા હાલમાં ઇજનેરો કરી રહ્યા છે. હાલ 3570 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડેમમાં પાણીની આવક સતત રહેતા તમામ  RBPH અને CHPH પાવર હાઉસ ચાલુ રખાયા છે. પાવર હાઉસ ચાલુ થતા રોજની 2.85 કરોડની વીજ આવક થઈ રહી છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યા છે. ત્યારે કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.