Site icon Revoi.in

સત્યેન્દ્ર જૈન તિહાડ જેલના બાથરૂમમાં લપસી પડતા હાલત બગડી,હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર નેતા

Social Share

દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા એવા સત્યેન્દ્ર જૈનની તબિયત થોડા દિવસ અગાઉ જેલમાં બગડી હતી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જો કે આજરોજ ગુરુવારે ફરી સત્યેન્દ્ર જૈન બાથરુમમાં લપસી પડ્યા હતા અને તેઓની  હાલત ખરાબ થી હતી જેથી ફરીથી તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સત્યેન્દ્ર જૈનને ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ સાથે જ વધુમાં તેમના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે જૈનને દિલ્હીની એલન જેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ પહેલી વખત નથી કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ અગાઉ પણ જૈન  હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દારુ કોંભાડ મામતે તેઓ તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે જેલ પ્રસાશનના જણાવ્યા પ્રમાણે ઘટના ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. જૈન બાથરૂમમાં પડી ગયો હતો. તબીબોએ જૈનની તપાસ  કર્તેયા બાદ મની તબિયત સામાન્ય  હોવાનું કહેવામાં આવી રહ્છેયું છે.

સત્યેન્દ્ર જૈનને  હાલ  ડીડીયુ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ સહીત તેઓને પીઠ, પગ અને ખભામાં દુખાવાની ફરિયાદ પણ ઘણી વાર કરી હતી. તિહાર પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેની સર્જરી કરાવવાની જરુર પડી છે, આ સહીત તેમના દરેક પ્રકારના  ટેસ્ટ કરવામાં આવશે. તેને તેની કરોડરજ્જુમાં તકલીફ હોવાનું કહેવામાં આવ્યું છે.

Exit mobile version