Site icon Revoi.in

કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર ન અપાતા સૌરાષ્ટ્રના સસ્તા અનાજના વેપારીઓ શનિવારે હડતાળ પાડશે

Social Share

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવામાં જોડાયેલા કેટલાક કોરોના વોરિયર્સના પણ મોત થયા હતા.કોરોનાના સમયગાળામાં સરકારે ગરીબોને મફત અનાજ વિતરણ વખતે સસ્તા અનાજના વેપારીઓને કોરોના વોરિયર્સ ગણાવ્યા હતા પરંતુ કોરોનાને લીધે સસ્તા અનાજના વેપારીઓના મત્યુ થયા  હોવા છતાં તેને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેના વિરોધમાં આગામી શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના સસ્તા અનાજના તમામ વેપારીઓ એક દિવસની હડતાળ પાડશે.

સસ્તા અનાજના વેપારીઓની એક મિટિંગ તાજેતરમાં જૂનાગઢ ખાતે મળી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો હતો. વેપારીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે ગોડાઉનથી માલ પૂરો આવતો નથી, ફાટેલા બારદાન માં અનાજ ભરીને વેપારીઓને મોકલવામાં આવે છે અને માલની જે ઘટ પડે છે તે સરભર પણ અગાઉ કરી આપવામાં આવી હતી તે મુજબ હવે કરી આપવામાં આવતી નથી. સસ્તા અનાજના દુકાનદારોના અનેક વાજબી પ્રશ્નો છે, તે ઉકેલાતા નથી. કોરોનાને લીધે સસ્તા અનાજના વેપારીઓના મત્યુ થયા  હોવા છતાં તેને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેના વિરોધમાં આગામી શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના સસ્તા અનાજના તમામ વેપારીઓ એક દિવસની હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સસ્તા અનાજ વેપારી એસોસિએશનના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ રાજુભાઈ નંદવાણી કોરોનામાં અવસાન પામ્યા હતા.ત્યાર  બાદ પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર કચ્છના મનુભા જાડેજાને જવાબદારી સોપવામાં આવી છે. આવી જ રીતે મંત્રી તરીકે અમરેલીના જીલુભાને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે રાજકોટના વાવડી ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવતા હિતુભા જાડેજા ને નીમવામાં આવ્યા છે. તમામ ત્રણે ત્રણ નિમણૂકો સર્વાનુમતે કરવામાં આવી છે.     (file photo)