- જેતપુર નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા
- વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ ઘટી
- જીરુંના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ
રાજકોટ: ગોંડલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું. જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા થઈ હતી. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ ઘટી હતી અને અનેક જગ્યાએ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જેવા કે, જીરું,ચણા,ધાણા વગેરેને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.આથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું.
જો કે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે અને સવારે વાતાવરણનો પારો નીચે રહેતા સવારી ધુમ્મસ તથા ઝાકળભર્યું વાતાવરણ પણ જોવા મળે છે. છેલ્લા 2-3 દિવસથી આમ તો લોકોને ઠંડીથી રાહત મળી છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે.