Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ જાહેર,ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યોજાશે મહાજંગ

Social Share

મુંબઈ:ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2022માં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.ઓસ્ટ્રેલિયા જ હાજર T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે, તેથી આગામી શાનદાર મેચ તેના પોતાના ઘરે જ થશે. T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે.

ICC દ્વારા શુક્રવારે સવારે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે.જ્યારે સુપર-12 રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે. જ્યારે ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે ટકરાશે.

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર ટીમોની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 2021માં પણ ભારતની પાકિસ્તાન સાથે મેચ હતી,પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે દસ વિકેટે હારી ગઈ હતી.આ પ્રથમ વખત હતું જ્યારે ભારત વિશ્વ કપ  ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મેચ હારી ગયું હતું.

ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન

ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ

T20 વર્લ્ડ કપ 2022 ની મુખ્ય ટુર્નામેન્ટ 16 ઓક્ટોબર (રવિવાર) થી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બર (રવિવાર) ના રોજ રમાશે.આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે.

વર્ષ 2021માં આયોજિત T20 વર્લ્ડ કપનું આયોજક ભારત હતું, પરંતુ આ વર્લ્ડ કપનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું.આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો.જે આ ફોર્મેટમાં તેનું પ્રથમ ટાઇટલ હતું.