Site icon Revoi.in

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિને અપૂરતા પ્રતિનિધિત્વ માટે સમીક્ષા કરવાની જરૂરઃ સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વાસ્તવિક પ્રતિનિધિત્વ ડેટા એકત્રિત કર્યા વિના એસસી/એસટી કેટેગરીના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત આપવાના માપદંડમાં કોઈપણ છૂટછાટને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈએ કહ્યું કે રાજ્ય અનામત આપતા પહેલા પ્રતિનિધિત્વની અયોગ્યતા પર માત્રાત્મક ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલ છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું, “એમ નાગરાજ (2006) અને જરનૈલ સિંહ (2018)માં કોર્ટના ચુકાદા મુજબ, રાજ્ય માત્રાત્મક ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલ છે. સમગ્ર સેવા માટે દરેક કેટેગરીની પોસ્ટ માટે ડેટાનો સંગ્રહ હોવો જોઈએ.” ખંડપીઠે કહ્યું કે કેન્દ્ર સરકારે એસસી/એસટી પોસ્ટ્સની ટકાવારી નક્કી કર્યા પછી આરક્ષણ નીતિ પર પુનર્વિચાર કરવા માટે સમયગાળો નક્કી કરવો જોઈએ.કોર્ટે કહ્યું, “અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિને અપૂરતા પ્રતિનિધિત્વ માટે સમીક્ષા કરવાની જરૂર છે. સમીક્ષાનો સમયગાળો વાજબી સમયગાળો હોવો જોઈએ અને તે સમયગાળો નક્કી કરવાનું સરકાર પર છોડી દેવામાં આવે છે.” તેમાં ઉમેર્યું હતું કે પ્રમોશનલ પોસ્ટ્સમાં અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનું મૂલ્યાંકન રાજ્યો પર છોડવું જોઈએ.