Site icon Revoi.in

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ, રાજ્ય સરકારે હેલ્પ લાઇન શરૂ કરી

Social Share

હૈદરાબાદ – છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના વાતાવરણ માં પલટો આવ્યો છે જેને લઈને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પણ થયો છે ત્યારે તામિલનાડુમાં ભારે વરસાદ જામ્યો છે જેના કારણે જાણ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે .

માહિતી અનુસાર વિતેલા દિવસને ગુરુવારથીજ અહી વરસાદનું જોર જામ્યું હતું  તમિલનાડુના ચેન્નાઈ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. 

 ચેન્નઈના કોયમ્બેડુ વિસ્તારમાં મુશળધાર વરસાદ વચ્ચે લોકો પોતાના કામકાજ દરમિયાન મુશ્કેલી બેઠી રહ્યા છે. રેઈનકોટ પહેરીને અને છત્રી લઈને લોકો વરસાદથી ભીંજાયેલા રસ્તાઓ પરથી પસાર થતાં લોમકોને જોઈને લાગી રહ્યું છે કે ચોમાસાની સરૂઆત થઈ હોય 
આ  અગાઉ, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ચેન્નાઈમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા રિપન બિલ્ડિંગની મુલાકાત લીધી હતી, જ્યાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે જ લોકોની સલામતી માટે મુખ્યમંત્રીએ 1913 હેલ્પલાઇન પર રહેવાસીઓના કોલનો પણ જવાબ આપ્યો અને અધિકારીઓને કોઈપણ વિલંબ કર્યા વિના ફરિયાદોના નિવારણ માટે વિભાગો વચ્ચે સંકલન સુધારવા નિર્દેશ આપ્યો.
આ સહિત  પુઝહલ તળાવ, જેને રેડ હિલ્સ લેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિસ્તારમાં અવિરત વરસાદને કારણે તેની સંપૂર્ણ ક્ષમતા પર પહોંચી ગયું છે. તળાવમાંથી 389 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. આ અગાઉ, કાંચીપુરમ જિલ્લા પ્રશાસને પણ ગુરુવારે સવારે 8 વાગ્યાથી ચેમ્બરમબક્કમ તળાવમાંથી પાણીનો ઉપાડ 2500 ક્યુસેકથી વધારીને 6000 ક્યુસેક કરવાની જાહેરાત કરી હતી.
તમિલનાડુમાં સતત વરસાદને કારણે પાણીનો પ્રવાહ લગભગ 3000 ક્યુસેક છે અને તેમાં વધારો થવાની ખાતરી છે. તળાવની જળસંગ્રહ 24 ફૂટની ક્ષમતા સામે વધીને 22.53 ફૂટ થયો છે. 2જી અને 3જી ડિસેમ્બર માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે સતત વરસાદને કારણે ચેન્નાઈમાં શાળાઓ પણ બંધ છે.