Site icon Revoi.in

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

Social Share

દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મળ્યા છે.

ખગોળશાસ્ત્રીઓએ પ્રથમ વખત ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે.

https://www.instagram.com/tv/CRy35-ZqLfz/?utm_source=ig_embed&ig_rid=1ace925a-bc22-43f9-8950-5a5e6bee7f47

જાણકારી અનુસાર વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો છે. આ પહેલાના સંશોધન દાવો કરે છે કે, સૌરમંડળના સૌથી મોટા ચંદ્ર ગેનીમેડમાં પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં વધુ પાણી છે.
આ શોધખોળ માટે ખગોળશાસ્ત્રીઓએ છેલ્લા 20 વર્ષથી હબલ ડેટાની ફરીથી તપાસ કરી. 1998માં હબલની સ્પેસ ટેલિસ્કોપ ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (STIS)એ ગેનીમેડનું પહેલું અલ્ટ્રાવાયોલેટ ચિત્ર લીધું હતું. ફોટોમાં એવું બહાર આવ્યું છે કે, ગેનીમેડનું નબળું ચુંબકીય ક્ષેત્ર છે. ‘નાસા હબલ’ એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફોટો શેર કર્યો હતો અને ટેલિસ્કોપની શોધ વિશે માહિતી આપી હતી.

ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા મેળવ્યા છે. તે બરફથી ઢંકાયેલ વિશ્વ છે પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં વધુ પાણી હોઈ શકે છે. પરંતુ ગેનીમીડના સમુદ્રો 100 માઇલ-જાડા બર્ફીલા પોપડાના નીચે આવેલા છે.