Site icon Revoi.in

સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’નું બીજૂ ટ્રેલર રિલીઝ

Social Share

 

મુંબઈ – તાજેતરમાં જ સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મે સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી, ફિલ્મ પૂષ્પાએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે ત્યારે હવે સાઉથની ફિલ્મો દર્શકોને ઘણી પસંમદ આવી રહી છે આજ શ્રેણીમાં પ્રભાસની ફિલ્મ રાધે શ્યામની પ ણાતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આજરોજ રાધએશ્યામ ફિલ્મનું બીજૂ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જૂઓ ટ્રેલર

ફિલ્મ ‘રાધે શ્યામ’નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.લગભગ એક મિનિટનું આ ટ્રેલર દર્શકોને પસંદ આવી રહ્યું છે. આ પ્રોમોમાં એક તરફ પ્રભાસ શાનદાર ડાયલોગ્સ બોલી રહ્યો  છે તો બીજી તરફ ઘણાએક્શન સીન  ચાલી રહ્યા છે.

એક ડાયલોગ સાથે રાધે શ્યામનું ટ્રેલર શરૂ થાય છે. ટ્રેલરમાં પૂજા હેગડે અને પ્રભાસની સાથે અન્ય કેટલાક સેલેબ્સ પણ જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં રિદ્ધિ કુમારથી લઈને જગપતિ બાબુ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

 

 

Exit mobile version