Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડીરાત્રે ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું – મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

Social Share

શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સતત ઘુસણખોરી અને દાણચારીનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સીમા પર તૈયાન સુરક્ષાદળો તેમના પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદો પર પાણી ફેરવાતા હોય છે  ત્યારે વિતેલી મોડી રાત્રે પણ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન જોવા મળ્યું હતું જો કે સમય રહેતા જ સેનાના જવાનોએ તેને તોડી પાડ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે મોડી  રાત્રે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં, પાકિસ્તાનથી નિયંત્રણ રેખા પાર કરી ગયેલું બેરી પટ્ટન વિસ્તારમાં ડ્રોન તોડી પાડી જપ્ત કર્યું હતું. સેનાના પીઆરઓએ એક નિવેદન જારી કરીને  આ અંગેની જાણકારી આપી હતી અને કહ્યું કે આ ઓપરેશનમાં AK 47ના 131 રાઉન્ડ, 5 મેગેઝીન, 2 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે,  આ ધટના બાદ સતત આ વિસ્તારમાં  સેના દ્રારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સેના દ્રારા ઝડપથી કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ મોટા પાયે કોર્ડન અને સર્ચ ઓપરેશનશરૂ કર્યું અને ડ્રોનની હિલચાલ પર નજર રાખી. સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્રોનની હિલચાલ સફળતાપૂર્વક ટ્રેક કરવામાં આવી હતી અને તેને તોડી પાડવામાં આવી હતી. આ સાથે જ સ્થળ પરથી પાંચ લોડ કરેલા એકે મેગેઝીન, રોકડ અને સીલબંધ પેકેટ મળી આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને શંકા છે કે અન્ય કોઈ ડ્રોને શસ્ત્રો, વિસ્ફોટકો અથવા આવી વસ્તુઓ છોડી દીધી હોઈ શકે છે અને તેને પુનઃપ્રાપ્ત કરવા માટે શોધ શરૂ કરવામાં આવી છે.સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “12 અને 13 એપ્રિલની મધ્યવર્તી રાત્રે, ભારતીય સૈન્યના સતર્ક જવાનોએ પોલીસ સાથે મળીને ડ્રોનને રીકવર કર્યું, જે પાકિસ્તાનથી નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય વિસ્તારમાં બેરી પટ્ટન વિસ્તારમાં પ્રવેશ્યું હતું. જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો ,આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા બંનેના સરહદી વિસ્તારોમાં હથિયારો, રોકડ અને માદક દ્રવ્યોની દાણચોરી સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગયો છે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને મામલે આજે દિલ્હી ખાતે ગ-હમંત્રી શાહની અધ્યક્ષતામાં એક સમિક્ષા બેઠક પણ યોજાવાની છે.

Exit mobile version