Site icon Revoi.in

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ ચાર નક્સવાદીઓને ઠાર માર્યાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં 36 લાખના ચાર ઈનામી નક્સલી કમાન્ડરને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર મંગળવારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સીમા પાસે કરાયું હતું. સી60 કમાન્ડોને નક્સલવાદીઓના મુવમેન્ટની જાણકારી મળી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને નક્સલવાદીને ઘેરી લેવામાં આવ્યાં હતા. બંને તરફથી થયેલા ગોળીબારમાં ચાર નક્સલવાદીઓને ઠાર મરાયાં હતા. મરનાર નક્સલવાદીઓમાં વર્ગીશ, મંગતુ, કુરસમ રાજુ અને વેંક્ટેશનો સમાવેશ થાય છે. તેમની પાસેથી એકે47, એક કાર્બાઈન, બે પિસ્ટલ સહિત મારક હથિયારો મળી આવ્યાં હતા.

છત્તીસગઢ પોલીસે તાજેતરમાં જ કાંકેરમાં એક નક્સલવાદીને ઠાર માર્યો હતો. દરમિયાન એક પોલીસ જવાન શહીદ થયો હતો. પોલીસે ઈનપુટના આધારે સમગ્ર વિસ્તારમાં અભિયાન શરૂ કર્યું હતું. કાંકેર જિલ્લાના હિદુર ગામ નદીક સુરક્ષા કર્મચારીઓએ એક નક્સલવાદીને ઠાર માર્યો હતો. આ અથડામણમાં પોલીસ કર્મચારી રમેશ કુરેઠી શહીદ થયાં હતા. છત્તીસગઢમાં વર્ષ 2022માં 305 નક્સલી હુમલા થયાં હતા. 2023માં બે મહિનામાં નક્સવાદી હુમલાઓમાં 7 જવાન થયાં હતા. વર્ષ 2013થી 2022ના 10 વર્ષના સમયગાળામાં છત્તીસગઢમાં 3447 નક્સલી હુમલા થયાં હતા. જેમાં 418 સુરક્ષા જવાનો શહીદ થયાં હતા. જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સવાદીઓને ઠાર માર્યાં હતા.