1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

છત્તીસગઢમાં રાયપુર-દુર્ગ રોડ પર બસ 50 ફુટ ઊંડી ખીણમાં પડતા 12નાં મોત, 15ને ઈજા,

રાયપુરઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કેડિયા ડિસ્ટિલરીના 40 કર્મચારીઓને લઈને કુમ્હારીથી ભિલાઈ પરત ફરી રહેલી બસ મંગળવારે રાત્રે 9 વાગ્યે ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 12  લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર મંગળવારે […]

ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના પ્રવાસ દરમિયાન આજે જગદલપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમાબલ ગામ પહોંચ્યા અને ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણીનો શંખનાદ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્તીસગઢે […]

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ ચાર નક્સવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં 36 લાખના ચાર ઈનામી નક્સલી કમાન્ડરને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર મંગળવારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સીમા પાસે કરાયું હતું. સી60 કમાન્ડોને નક્સલવાદીઓના મુવમેન્ટની જાણકારી મળી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને નક્સલવાદીને ઘેરી લેવામાં આવ્યાં હતા. બંને […]

ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે વરસાદની અપેક્ષા છે. IMDએ જણાવ્યું હતું કે, આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50 […]

છત્તીસગઢના બસ્તરમાં ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારાય, નક્સલીઓથી છે જીવનું જોખમ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણામાં બસ થોડાક દિવસો જ બાકી છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો છે. જે નેતાાઓને નક્સલીઓથી જીવનું જોખમ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે. છત્તીસગઢની ભાજપ સરકારે બસ્તર વિસ્તારના ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારી છે. સુકમા, દાંતેવાડા, નારાયણપુર, કાંકેર, બસ્તર […]

ભ્રષ્ટાચારનો અંત આવે ત્યારે વિકાસ શરૂ થાયની સાથે રોજગારની ઘણી તકો ઉભી થાય છેઃ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 34,400 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા અને સૌર ઊર્જા સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

છત્તીસગઢમાં સીએમ વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા શપથ

રાયપુરઃ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવ જેટલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં 4 નવા મંત્રીઓ જોડાયા હતા. રાજભવનમાં કેટલાક જૂના મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને કુલ 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ વિષ્ણુદેવ સાંઈ દિલ્હી જવા રવાના થયાનું જાણવા મળે છે. તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code