Site icon Revoi.in

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર કર્યા છે.

પોલીસે જણાવ્યું કે સિધરા વિસ્તારમાં આતંકવાદીઓના આગમનની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.આ પછી સુરક્ષાદળોની ટીમે એક ટીમ બનાવીને ઘેરાબંધી કરી હતી. જ્યારે આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી સુરક્ષા દળોએ જવાબી ગોળીબાર કર્યો હતો.

આ પહેલા 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે,ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા.આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો.બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.