Site icon Revoi.in

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના  નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની જગ્યા ખાલી છે. તેથી આચાર્યોને નિયમ મુજબ 15 લેકચર લેવાના હોય છે. તેની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવાની માગણી કરવામાં આવી છે. જો કે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીનો ટાટ અને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ભરતી માટે પુરતી અરજીઓ ન આવતા ભરતીની તારીખ લંબાવવાની ફરજ પડી છે. ત્યારે શાળા સંચાલકોએ કંઈક નોખી જ માગણી કરી છે.

ગુજરાત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે, જ્ઞાન સહાયકો શિક્ષકોની જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવશે. જે સ્કૂલોમાં આચાર્યની જગ્યા ખાલી છે. તે સ્કૂલોમાં આચાર્યની જગ્યાએ જે લેક્ચર લેવાના હોય તે જ્ઞાન સહાયકોને સોંપવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. આમ શાળા સંચાલકોએ હવે આચાર્યોની કાયમી ભરતીની માગ કરવાને બદલે જ્ઞાન સહાયકોની માગ કરી રહ્યા છે.

રાજ્યમાં જ્ઞાન સહાયક ભરતીનો ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે કે, જ્ઞાન સહાયક દ્વારા સ્કૂલોમાં શિક્ષકોની ખોટ હશે તે પૂરી કરવામાં આવશે.રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જે જગ્યાએ કાયમી શિક્ષકોની ઉણપ હશે તે જગ્યાએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવામાં આવશે.રાજ્યમાં સ્કૂલોમાં આચાર્ય પણ વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે આચાર્યના 15 લેક્ચર હોય છે. આચાર્ય હાજર ન હોય અથવા આચાર્યની જગ્યા ખાલી હોય ત્યારે તેમને ભણાવવાના લેક્ચર પણ અન્ય કોઈ ભણાવતું નથી. જેથી, આચાર્યના લેક્ચર પણ જ્ઞાન સહાયકોને સોંપવામાં આવે. દિવાળી વેકેશન ટૂંક સમયમાં આવશે, તે અગાઉ નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.