Site icon Revoi.in

હિમાચલપ્રદેશમાં લઠ્ઠાકાંડની ઘટનામાં સાતના મોત, ચાર આરોપીઓની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ હિમાલચપ્રદેશના સુંદરનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગઈકાલે પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. દરમિયાન આજે વધુ બે વ્યક્તિઓના મોત થતા મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને લઠ્ઠાકાંડની આ ઘટનામાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિમાચલપ્રદેશના સુંદરનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થયા છે. જેમાંથી એક મૃતકની ઓળખ સીતારામ બંગાલુરામ તરીકે થઈ છે. તેણે 17 જાન્યુઆરીએ દારૂ પીધો હતો. સીતા રામ મિસ્ત્રી તરીકે કામ કરતો હતો. સંબંધીઓને રૂમમાં પાણીની બોટલમાં દારૂ મળી આવ્યો છે. પોલીસે બોટલ અને લાશ કબજે કરી છે. તે જ સમયે, ભગત રામનું વહેલી સવારે અવસાન થયું. તેઓ નેરચોક મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા. આ ઉપરાંત નકલી દારૂ પીને દાખલ કરાયેલા ગણપતની હાલત નાજુક છે. મધ્યરાત્રિએ IGMC શિમલાને રિફર કરવામાં આવ્યા. વધુ ત્રણ લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ગઈકાલે પાંચ લોકોના મોત થયા હતા. આ રીતે અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. એસડીએમ ધર્મેશ રામોત્રાએ મૃત્યુની પુષ્ટિ કરી છે.

સુંદરનગર વિસ્તારમાં ઝેરી દારૂના કારણે થયેલા મોતના સંબંધમાં પોલીસે પૂર્વ પંચાયત પ્રમુખ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે સાલાપડ પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશ ચંદ, વર્તમાન પંચાયત પ્રમુખના સસરા, બહાદુર સિંહના પુત્ર અચ્છર સિંહ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવાની કવાયત શરૂ કરવામાં આવી છે.