Site icon Revoi.in

લોખંડના ભંગારના 30 વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું

Social Share

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને રૂ. 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટી વિભાગની ટીમે લોખંડના સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. સ્ટેટ જીએસટી વિભાગે જે 30 સ્થળોએ દરોડા પાડ્યા તેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. અધિકારીઓએ 6 સ્થળોએથી હિસાબી ચોપડાની તપાસ માટે જપ્ત કર્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ જીએસટીની ટીમે તાજેતરમાં અમદાવાદ ખાતે પાડેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં બોગસ બિલિંગના વ્યવહારોનો ડેટા મળ્યો હતો. જેના આધારે તપાસ કરતાં લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા 30 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપીને તેમના દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવી જીએસટી નંબર લેવામાં આવતો હતો. જેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. એસજીએસટીના અધિકારીઓએ 6 સ્થળોએથી હિસાબી ચોપડા તપાસ માટે જપ્ત કર્યા હતા. અત્યાર સુધીની તપાસમાં રૂ. 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું છે. સાથે જ 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પણ પકડાયું હતું.