Site icon Revoi.in

ચર્ચામાં શાહરુખની ફિલ્મ જવાન – ફિલ્મમાં VFX બનાવનારી કંપની ‘કોલાબરેશન એક્સેલન્સ એવોર્ડ’થી સમ્માનિત

Social Share

મુંબઈઃ- 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ જવાન સુપરહિટ સાબિત થી રહી છે માત્ર રિલીઝના ત્રણ દિવસમાં આ ફિલ્મે ભારતમાં 200 કરોડની કમાણી કરી લીઘી છે તો વર્લ્ડ વાઈડ કમાણીનો આંડકો 300 કરોડને પાર પહોંચ્યો છે,આ ફીલ્મ સતત ચર્ચામાં છવાઈ ઠે.

ફિલ્મના રિવ્યૂ ઘણા સારા આવી રહ્યા છે ત્યારે ફિલ્મ સતત જોવાઈ પણ રહી છે ત્યારે આ ફિલ્મના મ્યૂઝિક , ડાયલોગ્સઅને વીએફએક્સની પણ ખૂબ તારીફો થઈ રહી છે આવી સ્થિતિમાં આ ફિલ્મમાં વીએપ એક્સ બનાવવનારી કંપનીના કામની પ્પરસંસો એક પુરસ્કાર આપીને કરવામાં આવી છે.

બોલિવૂડ હિરો અજય દેવગન અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને નિર્દેશનમાં પણ સક્રિય છે. તેની સાથે એનવાય વીએફએક્સવાલા નામથી તેની વીએફએક્સ કંપની ઘણી મેગા બજેટ ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સનું કામ કરી રહી છે.
જો શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં VFX પણ અજય દેવગનની VFX કંપનીમાં કરવામાં આવ્યા છે. અભિનેતા અજય દેવગનની VFX કંપનીનું ફિલ્મોમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે સિનેમેટિક અનુભવને સમૃદ્ધ બનાવવામાં વિશેષ યોગદાન છે અને સિનેમામાં આ યોગદાન બદલ અજય દેવગનની કંપનીને ‘કોલાબરેશન એક્સેલન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે.