Site icon Revoi.in

શાહરુખ ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘જવાન’ જૂનમાં નહી થાય રિલીઝ, જાણો શા માટે ફિલ્મની રિલીઝ લંબાવાઈ

Social Share

મુંબઈઃ બોલિવૂડ સુપર સ્ટાર શાહુરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરીને ધમાલ મચાવી હતી દેશમાં જ નહિ વિદેશમાં પણ  ફિલ્મ સુપર હિટ રહી હતી ત્યાર બાદ એભિનેતાની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને અનેક ચર્ચાઓ થી ,દર્શકો આતુરતાથઈ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છs

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ જવાન  જ જી જુનના રોજ રિલીઝ થવાની હતી જો કે હવે શાહરુખના ફેન્સ માટે આ બાબતે હવે લાંબી રાહ જોવી પડશે, રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ હવે જુનમાં રિલીઝ નહી થાય.

વિગત અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે એટલી દ્વારા નિર્દેશિત જવાનની રિલીઝ ડેટ VFX પર કામને કારણે રિલીઝ માટે આગળ વધારી દેવામાં આવી છે. તે જ સમયે, નવી રિલીઝ ડેટને કારણે અક્ષય કુમાર અને સની દેઓલના ચાહકોને  પણ આંચકો લાગી શકે છે.ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી ગદર 2 અને જૂનમાં રિલીઝ થઈ રહેલી પ્રભાસની આદિપુરૂષ જવાનની રિલીઝને કારણે અસર થઈ શકે છે.આ ત્રણે ફિલ્મો એકબીજાને સિનેમાઘરોમાં ટક્કર આપતી જોવા મળી શકે છે.

2 જી જુનના બદલે  શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે.  ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોનું જો માનવામાં આવે તો “જવાન હવે 2 જૂન, 2023ના રોજ રીલિઝ નથી થઈ રહી. ટીમને ફિલ્મના VFXને પૂર્ણ કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. જેથી કરી તેઓ  દેશના શ્રેષ્ઠ પ્રોડક્શન સાથે સ્પર્ધા કરી શકે , એવા અહેવાલો છે કે ટીમ ઘણી તારીખો પર વિચાર કરી રહી છે, જેમાં તે 29 જૂન અને 25 ઓગસ્ટના રોજ ફઇલ્મને રિલીઝ કરવામાં આવી શકે છએ.

જો કે ા ફિલ્મની રિલીઝને લઈને હજી સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી જો કે એ વાત પણ નકારી નહી શકાય કે વીએફએક્સના કારણે ફિલ્મની રિલીઝ ટેડ તો લંબાવામાં આવી જ છે.