Site icon Revoi.in

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન , હવે વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

Social Share

મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જન્માષ્ટમીના રોજ રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યાર બાદ હવે રિલીઝના 18મા દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી છે બોક્સ ઓફીસ પર હવે વર્લ્ડ વાઈડ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે.

ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, સંજય દત્તની મહેનત આખરે રંગ લાવી છે. સતત 17 દિવસ સુધી જોરદાર કમાણી કર્યા પછી, જવાને તેના 18માં દિવસે પણ જોરદાર કલેક્શન કર્યું.
આ ફિલ્મે પહેલા દિવસે 75 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે તેના પહેલા સપ્તાહમાં જ 389.88 કરોડ રૂપિયાનો  આંકડો પાર કર્યો હતો. બીજા સપ્તાહમાં પણ જાદુ છવાયો હતો અને બીજા સપ્તાહમાં ફિલ્મ જવાને 136.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.
આ સાથે જ વિતેલા દિવસે વિવારે ફિલ્મનો 18મો દિવસ હતો.એક રિપોર્ટ પ્રમાણે, જો શરૂઆતના વલણો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મે 18માં દિવસે બોક્સ ઓફિસ પર 15.69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.