Site icon Revoi.in

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના સૌંગ ‘ઝૂમે જો પઠાણ’નો નવો રેકોર્ડ, યૂ ટ્યૂબ પર 40 કરોડથી વધુ વખત જોવાયું આ સોંગ

Social Share

મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કિંગખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થયાને મહિના ઉપરનો સમય વિતી ગયો હોવા છત્તા ચર્ચામાં છે આ ફિલ્મે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કરીને ફિલ્મ બ્લોક બ્લાસ્ટર સાબિત થઈ છે ત્યારે યૂ ટ્યૂબ પર ફિલ્મનું ટાઈટલ સોંગ પર કરોડો વખત જોવાયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પઠાણ ફિલ્મનું સોંગ ઝૂમે જો પઠાણ રિલીઝ થયાથી અત્યાર સુધી 40 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે,કદાચ જ કોઈ બોલિવૂડ સોંગ આટલા કરોડ વખત જોવાયું હશે.

આ સાથએ જ ફિલ્મ પઠાણ હવે ઓટટી પર પણ રિલીઝ કરવામાં આવી ચૂકી છે.જોકે આ ફિલ્મ ઘણી જગ્યાએ થિયેટરોમાં પણ ચાલી રહી છે. તેમ છતાં ફિલ્મનો ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ દર્શકોને  જેટલી પસંદ આવી છે  તેટલો જ પ્રેમ તેના ટાઈટલ સોંગને પણ મળ્યો છે. ‘પઠાણ’ના ‘ઝૂમે જો પઠાણ’એ યુટ્યુબ પર ખૂબ જ ધૂમ મચાવી છે. પઠાણનું આ ગીત મ્યુઝિક વીડિયોની યાદીમાં ટોપ પર છે. આ ગીત 22 ડિસેમ્બર, 2022ના રોજ યુટ્યુબ પર રિલીઝ થયું હતું, પરંતુ આ સોંગ આજદિન સુધી જોવાઈ રહ્યું છે. આ સોંગને યુટ્યુબ પર 400 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે જ્યારે તેને 45 લાખથી પણ વધુ લાઈક્સ મળી છે.

‘પઠાણ’નું આ ટાઈટલ સોંગ દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન પર બનાવવામાં આવ્યું છે. આ સોંગનું સંગીત વિશાલ અને શેખરે આપ્યું છે.  સોંગના શબ્દો કુમાર દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેને અરિજિત સિંહ, સુકૃતિ કક્કર, વિશાલ અને શેખરે આ સોંગને અવાજ આપ્યો છે. આ સહીત બોસ્કો-સીઝર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે.