Site icon Revoi.in

શાજાપુરઃ માતાના નિધનથી વ્યથિત સંતાનોએ તેમની યાદમાં માતાની જ પ્રતિમા બનાવડાવીને સ્થાપિત કરી

Social Share

ભોપાલઃ શાજાપુર જિલ્લા નજીક સાંપખેડા ગામમાં બનાવવામાં આવેલુ એક મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં એટલે માટે અગલ છે કે આ મંદિરમાં કોઈ ભગવાન કે દેવી-દેવતાની પ્રતિમા નથી. આ મંદિરમાં એક મહિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહિલાના નિધન બાદ તેમની યાદમાં પરિવારજનોએ ઘરની બહાર જ મંદિર બનાવી દીધું છે. મંદિરમાં 3 ફુટની ઉંચાઈની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. દરરોજ પરિવારજનો પ્રતિમા જોઈને તેમની હયાતી અનુભવે છે.

સાંપખેડામાં બંજારા સમાજના નારાયણસિંહ રાઠોડ અને તેમની પત્ની તથા બાળકો સાથે રહે છે. પરિવારમાં બધુ સામાન્ય ચાલતુ હતું. નારાયણસિંહના પત્ની ગીતાબાઈ ધાર્મિક અને સેવાભાવી હતી. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં ગીતાબાઈની તબિયત લથડી હતી. તેમના પુત્ર સંજય ઉર્ફે લક્કી રાઠોડે જણાવ્યું હતું કે, તેમની સારવાર પાછળ લાખોનો ખર્ચ કરવા છતા તા. 27મી એપ્રિલ 2021ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારજનો સાથે પડછાયાની જેમ રહેનારા ગીતાબાઈનું નિધન થતા પરિવારજનો હતાશ થઈ ગયા હતા. દરમિયાન સંતાનોએ પિતા નારાયણસિંહ સાથે ચર્ચા કરીને માતા ગીતાબાઈનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સંતાનોની ભાવનાને જોઈએ નારાયણસિંહ રાઠોડે સંતાનો સાથે મળીને મંદિર બનાવડાવીને તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ગીતાબાઈના પુત્ર લક્કીએ જણાવ્યું હતું કે, માતાના નિધન બાદ સમગ્ર પરિવાર ટુટી ગયું હતું. દરમિયાન તમામ લોકોએ તેમની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો હતો. માતાના નિધનના ત્રીજા દિવસે જ 29મી એપ્રિલના રોજ પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. રાજસ્થાનના અલવરના કલાકારોએ આ પ્રતિમા તૈયાર કરી છે. દોઢ મહિનામાં પ્રતિમા તૈયાર થઈને આવી હતી. ઘરના દરવાજા પાસે તેમની પ્રતિમા સ્થાપિત કરવા માટે ચબુતરો બનાવવામાં આવ્યો હતો. હવે માતા 24 કલાક અમારી પાસે રહે છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરિવારના લોકોએ આ જગ્યાને મંદિર માને છે અને હવે દરરોજ પૂજા પાઠ કરવામાં આવે છે. પરિવારજનો દ્વારા પ્રતિદિન માતાને નવી સાડી ઓઢાળવામાં આવે છે. ગામના લોકોની સાથે આસપાસના ગ્રામજનોને મંદિરની જાણ થતા લોકો જોવા માટે આવે છે.