Site icon Revoi.in

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે શર્લિન ચોપરાએ નોંધાવી ફરિયાદ- જાણો કારણ

Social Share

મુંબઈઃ- અભિનેત્રી શર્લિન ચોપરા સતત રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને નિશાન બનાવી રહી છે. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં સામે આવ્યા બાદ, શર્લિનએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ તેમને લઈને શેર કરી છે અને તેના પર આ રેકેટમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે તેણે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાવી દીધી છે.

શર્લિનએ 14 ઓક્ટોબરે આ ફરિયાદ નોંધાવી હતી. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે ‘મેં રાજ કુન્દ્રા સામે જાતીય સતામણી, છેતરપિંડી અને ધમકીઓ આપવા માટે ફરિયાદ કરી છે.’

આ બાબતને લઈને શર્લિન ચોપરાએ વધુમાં કહ્યું કે ‘તેઓએ મને અંડરવર્લ્ડની પણ ધમકી આપી. તમારે સારી રીતે યાદ રાખવું જોઈએ, તમે મારા પર જાતીય સતામણી કરી હતી. યુવતીઓ પાસે શારીરક માંગણી કરી, તમે તેમનું પેમેન્ટ કેમ ક્લિયર નથી કરતા? તમે અમને કેમ છેતર્યા? તેઓ કલાકારના ઘરે જાય છે અને તેને અંડરવર્લ્ડની ધમકી આપે છે. તેઓ કહે છે કે જાતીય શોષણનો કેસ પાછો લો નહીંતર તમારું જીવન બરબાદ થઈ જશે.

તે આગળ કહે છે, ‘તેમણે મને ડરાવી અને ઘણી ધમકીઓ આપી. હું એક એકલી સ્ત્રી છું. એકલી રહું છું હું ડરી ગઈ હતી. આજે હું હિંમત લઈને પાછી આવી છું.શર્લિને રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે કે તેમણે  27 માર્ચ, 2019 ના રોજ મોડી રાત્રે તેના ઘરે આવી અને તેની સાથે જાતીય શોષણ કર્યું. તેણે 29 માર્ચે કુંદ્રાના દબાણમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

Exit mobile version