Site icon Revoi.in

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ 97 કરોડની સંપત્તિ જપ્ત કરી

Social Share

નવી દિલ્હીઃ ફેમસ બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવાર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી. જપ્ત કરેલી મિલકતોમાં જુહુમાં રહેણાંક ફ્લેટનો સમાવેશ થાય છે જે હાલમાં પત્ની શિલ્પા શેટ્ટીના નામે છે. આ ઉપરાંત, પુણે સ્થિત રહેણાંક બંગલો અને ઇક્વિટી શેર રાજ કુન્દ્રાના નામે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ કુન્દ્રાની 19 જુલાઈ, 2021ના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય 11 લોકોની પણ ધરપકડ કરાઈ હતી. 20 સપ્ટેમ્બરે, કુન્દ્રાને મુંબઈની અદાલતે એડલ્ટ ફિલ્મ કેસમાં રૂ. 50,000ના બોન્ડ પર જામીન આપ્યા હતા. ‘હોટશોટ્સ’ નામની મોબાઈલ એપનો ઉપયોગ કરીને કથિત રીતે અશ્લીલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કરવા બદલ કુન્દ્રા સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. કુન્દ્રાએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.