- એકનાથ શિંદેને પદ પરથી હટાવાયા
- અજય ચૌધરી બન્યા નવા ચીફ વ્હીપ
મુંબઈઃ-આજ સવારથી શિવસેના પાર્ટી સતત ચર્ચામાં છે. ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને પાર્ટીએ મહારાષ્ટ્રમાં ચીફ વ્હીપના પદ પરથી હટાવ્યા છે, આ સાથએ જ તેમનું આ પદ અજય ચૌધરીને આપવામાં આવી ચૂક્યું છે જેથી આજથી નવા ચીફ વ્હીપ અજય ચૌધરી બન્યા છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેનામાં ભંગાણના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેનાનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેઓ પાર્ટીના 17 ધારાસભ્યો સાથે ગુજરાતની એક હોટલમાં રોકાયેલા છે.
ઉલ્લેખનીય છે કે હવે શિંદે પાર્ટીના ધારાસભ્ય દળના નેતા રહ્યા નથી. ઠાકરે સરકારમાં મંત્રી શિંદેએ કડક વલણ અપનાવ્યું છે અને પાર્ટીના અન્ય 21 ધારાસભ્યો સાથે ગુજરાત પહોંચ્યા છે. તેઓ સુરતની મેરિડિયન હોટલમાં પાર્ટીના ધારાસભ્યો સાથે અહી રોકાયા હોવાના સમાચાર હેડલાઈનમાં જોવા મળી રહ્યા છે. પાર્ટીના નેતાઓ તેમનો સંપર્ક કરી શકતા નથી. તેમના આ પગલાને કારણે ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં હોય તેમ જોવા મળી રહ્યું છે.
શિવસેનાના 22 ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે મહા વિકાસ અઘાડી સામે બળવો કર્યો હોવાથી મહારાષ્ટ્રની વર્તમાન સરકાર જોખમમાં છે.શિવસેનાના બળવાના મુદ્દે એકનાથ શિંદેએ કહ્યું છે કે, ‘અમે બાળાસાહેબ ઠાકરેના કટ્ટર સૈનિક છીએ. બાળાસાહેબે આપણને હિન્દુત્વ શીખવ્યું છે. સત્તા માટે બાળાસાહેબના વિચારો અને આનંદ દિઘે સાહેબના ઉપદેશો સાથે અમે ક્યારેય સમાધાન નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ વર્ષ 2005માં શિવસેના થાણે જિલ્લા પ્રમુખના પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થયા હતા. ત્યાર બાદ વર્ષ 2009, 2014 અને 2019ના વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતચી. 2014ની ચૂંટણી બાદ એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ઊભરી આવ્યા હતા