Site icon Revoi.in

મીઠા લીમડાનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં ?

Social Share

કઢી પત્તા એટલે કે મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જો કે, ઘણીવાર એવો સવાલ થાય છે મીઠો લીમડોનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં, આ સવાલનો જવાબ ઈન્ડિયન જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચમાં સામે આવ્યો છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો તેના પાંદડાના ઘણા ફાયદા છે. જે સ્વાસ્થ્યને ઘણો ફાયદો આપે છે. આ સિવાય તેના ગુણોને કારણે તેની ગણના મસાલાઓમાં થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે તેમાં મસાલાના ગુણો છે, પરંતુ તેનો ઉપયોગ ખોરાકમાં પાંદડાવાળા શાકભાજી તરીકે પણ થાય છે. આ બે ગુણોને લીધે, મીઠો લીમડો મસાલા અને શાકભાજી બંનેમાં ફિટ થઈ જાય છે.

જ્યારે મીઠો લીમડો ખોરાકની સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે, ત્યારે તેનો ઉપયોગ ભારતીય ખોરાકમાં તેમજ વિદેશી દેશોમાં થાય છે. તે વાળના વિકાસમાં પણ અસરકારક માનવામાં આવે છે. સ્વાદ ઉપરાંત, તેનો ઉપયોગ ભારતીય ખોરાકમાં પણ થાય છે કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ છે અને તેના ઘણા ફાયદા છે.

Exit mobile version