Site icon Revoi.in

IPL: KKR ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપાઈ

Social Share

નવી દિલ્હીઃ કોલકતા નાઈટ રાઈડર્સએ શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. શ્રેયસ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચુક્યાં છે. ઐયરને કેકેઆરએ આઈપીએલ મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. શ્રેયસ આઈપીએલની આ બીજી ટીમ વતી રમશે. કોલકોત્તા ટીમ ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને ઐયરની કેપ્ટનશીપની જાણકારી આપી છે. મેગા ઓક્શનમાં ઐયરની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ હતી. તેને ટીમે રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. આ પહેલા દિલ્હી કેપ્ટિલ્સમાં તેની સેલરી રૂ. 7 કરોડ જેટલી હતી.

2020માં આઈપીએલની સિઝનમાં દિનેશ કાર્તિક કોલકોત્તાનો કેપ્ટન હતો. પરંતુ ટીમમાં ખરાબ પ્રદર્શનના કારણે તેને કેપ્ટનશીપ છોડી દીધી હતી અને મોર્ગનને ટીમને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વખતે કાર્તિક અને મોર્ગન બંનેને રિટેન કર્યાં નથી. શ્રેયસ આ પહેલા 3 સિઝન દિલ્હીની કેપ્ટનશીપ કરી ચુક્યો છે. 2019માં તેની કેપ્ટનશીપમાં દિલ્હી છ વર્ષના લાંબા સમય બાદ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. 2020માં પ્રથમવાર આઈપીએલની ફાઈલનમાં પહોંચી હતી. જો કે, ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન સામે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઐયરે કેપ્ટન તરીકે 41 મેચમાંથી 21માં જીત અપાવી હતી. જ્યારે 18મા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2021માં ઐયર ઈજાગ્રસ્ત થતા તેને કેપ્ટન પદથી હટાવવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.