Site icon Revoi.in

મહાભારત સીરિયલના શ્રીકૃષ્ણ ACS પત્નીથી પરેશાન, ફરિયાદ કરી કહ્યું-દિકરીઓને મળવા દેતી નથી

Social Share

ભોપાલ: પ્રસિદ્ધ ધારાવાહિક મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી પરેશાન છે. બંને ઘણાં વર્ષોથી અલગ રહે છે. પરંતુ હવે નીતિશ ભારદ્વાજ અને તેમનીઅધિક મુખ્ય સચિવ પત્ની સ્મિતા ભારદ્વાજ વચ્ચેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

નીતિશ ભારદ્વાજનો આરોપ છે કે તેમની પત્ની સ્મિતા ભારદ્વાજ તેમને પુત્રીઓની સાથે મુલાકાત કરવા દેતા નથી. આને લઈને ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનરે ફરિયાદ કરી છે. તેની તપાસ એડીસીપી ઝોન-3 શાલિની દિક્ષિતને સોંપવામાં આવી છે. હાઈપ્રોફાઈલ મામલો હોવાને કારણે પોલીસ કંઈ બોલવા માટે તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ થઈ રહી છે.

જાણકારી પ્રમાણે, અભિનેતા નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાના કાર્યાલયમાં પહોંચીને પત્ની સ્મિતા ભારદ્વાજ પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યા છે. નીતિશ ભારદ્વાજે કહ્યુ છે કે સ્મિતાએ ચાર વર્ષથી તેમને પુત્રીઓ સાથે મુલાકાત કરવા દીધી નથી. તેમનો આરોપ છે કે સ્મિતાએ પહેલા ભોપાલ અને હવે ઉટીની બોર્ડિંગ સ્કૂલમાંથી પુત્રીઓનને અન્ય સ્થાન પર ભણવા માટે મોકલી દીધી છે. નીતિશ ભારદ્વાજે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે અદાલતે તેમને પુત્રીઓ સાથે મુલાકાતની મંજૂરી આપી છે. તેના પછી પણ સ્મિતા તેમને તેમની પુત્રીઓને મળવા દઈ રહ્યા નથી. હાલમાં બંને પુત્રીઓ ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે, તેના સંદર્ભે સ્મિતા પણ કંઈ બોલી રહ્યા નથી. નીતિશે પોતાન ફરિયાદમાં કહ્યુ છે કે આઈએએસસ્મિતા ભારદ્વાજ મારી વિરુદ્ધ બંને પુત્રીઓને ભડકાવી રહ્યા છે. મને મારી દિકરીઓ સાથે જલ્દીથી ભેંટો કરાવવામાં આવે.

નીતિશ ભારદ્વાજને મુંબઈ ફેમિલી કોર્ટે આદેશ કર્યોછે કે તેઓ તેમની બંને પુત્રીઓને મળી શકે છે. આ બંને દિકરીઓ સ્મિતા ભારદ્વાજ સાથે રહે છે. સ્મિતા ભારદ્વાજ મધ્યપ્રદેશ કેડરના 1992ની બેચના આઈએએસ અધિકારી છે અને હાલમાં અપર મુખ્ય સચિવ ખેલ અને યુવક કલ્યાણ વિભાગ અને ખાદ્ય તથા નાગરિક આપૂર્તિ વિભાગના પદ પર પદસ્થ છે.

સ્મિતા ભારદ્વાજ 1992ની બેચના આઈએએસ અધિકારી છે. 2009માં નીતિશ ભારદ્વાજ સાથે તેમના લગ્ન થયા હતા. બંનેને બે પુત્રીઓ છે અને તેઓ અભ્યાસ કરી રહી છે. 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાંની અરજી કરવામાં આવી હતી. નીતિશ ભારદ્વાજે તર્ક રજૂ કર્યો છે કે સપ્ટેમ્બર-2021થી સ્મિતા પુત્રીઓ સાથે તેમની વાત કરાવી રહ્યા નથી. તેઓ ફોન પણ રિસીવ કરી રહ્યા નથી, વ્હોટ્સએપ પર તેમને બ્લોક કરવામાં આવ્યા છે, ઈમેલ કરવા પર પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી.