Site icon Revoi.in

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે – જાણો તેમના લગ્નની તૈયારીઓ વિશેની કેટલીક વાતો

Social Share

મુંબઈઃ-  બોલિવૂડનું જાણીતુ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાની હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વર્ષ 2023માં આ બોલિવૂડના પ્રથમ ફિલ્મ સ્ટાર્સનો લગ્ન સમારોહ હશે. ડેસ્ટિનેશન વેડિંગ માટે બંનેએ રાજસ્થાનના થાર રણમાં રેતાળ કિનારા પર બનેલા સૂર્યગઢ પેલેસને લગ્ન માટે પસંદ કર્યો છે અહી તેઓ ઘૂમઘામથી લગ્ન કરશે.

સ્ટાર કપલના પ્રી-વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ થશે. જેમાં દેશ-વિદેશથી આવનાર વિશેષ મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત સમારોહ યોજાશે. જ્યારે 6 ફેબ્રુઆરીએ બંને બેન્ડ-બાજે અને શોભાયાત્રા સાથે પેવેલિયનમાં સાત ફેરા લેશે. લગભગ 4 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

આ સહીત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેર શાહ’માં સાથે સ્ક્રીન શેર કરી હતી. ત્યારથી, તેમના સંબંધો અને લવ કેમિસ્ટ્રીના સમાચાર રાઉન્ડ કરવા લાગ્યા. ફિલ્મમાં બંનેની એક્ટિંગ પણ ચાહકોને પસંદ આવી હતી. આ ફિલ્મ પછી સિદ્ધાર્થ અને કિયારાના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અફેરની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કપલ 2023 ની શરૂઆતમાં લગ્ન કરશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન સાથે જોડાયેલી નવા સમાચાર સામે આવ્યા છે.

Exit mobile version