Site icon Revoi.in

ઉનાળાની શરૂઆત, પણ ગોંડલમાં સવારે ઠંડી અને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

Social Share

રાજકોટ: આમ તો રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. લોકોને હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ ઠંડીનો માહોલ હોય તેમ વર્તાય રહ્યું છે. રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલમાં કાઈક આવું વાતાવરણ સર્જાયું હતુ. જાણકારી અનુસાર ગોંડલ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. રસ્તાઓ પર ભારે માત્રામાં ઝાકળ વર્ષા થઈ હતી.

સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જોવાનું મુશ્કેલ બન્યું હતું. ગોંડલમાં 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

જિલ્લામાં આવેલી આ ઝાકળને કારણે રવિ પાક,ચણા,ધાણા,જીરું સહિતના પાક ઉપર જોખમ ઊભું થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. ગાઢ ધુમ્મસના પગલે અનેક જગ્યાએ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા.જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો.