Site icon Revoi.in

મુંબઈમાં આકાશી આફતનો કહેરઃ ભારે વરસાદને લઈને અનેક જીલ્લામાં રેડએલર્ટ 

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈ હાલ વરસાદના કહેર વચ્ચે ઝઝુમી રહી છે,રવિરાથી પડી રહેલા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે,રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે,જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે.

છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં વરસતા વરસાદના કારણે લોકોના ઘરની અંદર સુધી પાણી પહોંચ્યું છે. મુંબઈના નવી મુંબઈ પરામાં ફાયર બ્રિગેડની ટીમે પૂરના કારણે પાણીમાં ફસાયેલા 120 લોકોને બચાવ્યા છે.

અતિભારે વરસાદને કારણે ફાયર બ્રિગેડે નવી મુંબઈના વિવિધ ભાગોમાં ફસાયેલા અનેક લોકોને સલામત સ્થળોએ ખસેડવાની જહેમત ઉઠાવી છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઇ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં આવનારા 24 કલાકમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે.

રવિવારથી મુંબઈમાં વરસાદના કારણે જનજીવન સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયેલો જોવા મળે છે. તે જ સમયે, મુંબઈની જીવનરેખા તરીકે ઓળખાતી લોકલ ટ્રેનોને પણ  વરસાદે અસર પહોંચાડી છે.