Site icon Revoi.in

ખરાબ હવામાનને કારણે સ્કાયરૂટનું પ્રથમ રોકેટ લોન્ચિંગ મોકૂફ,હવે આ દિવસે પૂર્ણ થશે મિશન

Social Share

બેંગ્લોર :હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે રવિવારે જણાવ્યું હતું કે,ખરાબ હવામાનને કારણે ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસનું સબ-ઓર્બિટલ લોન્ચ ત્રણ દિવસ (18 નવેમ્બર સુધી) માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

સ્કાયરૂટ એરોસ્પેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અનુકૂળ હવામાનની આગાહીને કારણે, અમને શ્રીહરિકોટાથી અમારા વિક્રમ-એસ રોકેટ પ્રક્ષેપણ માટે 15-19 નવેમ્બર સુધી એક નવી વિંડો આપવામાં આવી છે, જેમાં સંભવિત તારીખ 18 નવેમ્બર સવારે 11:30 વાગ્યે છે.

લોન્ચ માટે અગાઉ 15 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. Skyroute Aerospace નું પ્રારંભ નામક પહેલું મિશન બે ભારતીય અને એક વિદેશી ગ્રાહકના અવકાશ સાધનો (પેલોડ્સ)ને લઇ જશે અને શ્રીહરિકોટામાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના પ્રક્ષેપણ સ્થળ પરથી પ્રક્ષેપણ માટે તૈયાર છે.આ મિશનને સ્કાયરૂટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, કારણ કે તે વિક્રમ-1 ઓર્બિટલ વાહનમાં ઉપયોગમાં લેવાતી 80 ટકા ટેક્નોલોજીને માન્ય કરવામાં મદદ કરશે, જે આવતા વર્ષે લોન્ચ કરવાની યોજના છે.