Site icon Revoi.in

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ધીમુ મતદાન, જે.પી.નડ્ડાએ કર્યું મતદાન

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 8 કલાકે 68 બેઠકો ઉપર શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા ધીમી જોવા મળે છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18 ટકા જેટલુ મતદાન થયું હતું. સવારે 11 કલાક સુધીમાં શાહપુરમાં 11 ટકા, સુંદરનગરમાં 23 ટકા, નાચનમાં 13 ટકા, નાદૌનમાં 15 ટકા, ફતેહપુરમાં 20 ટકા, ચંબામાં 8 ટકા, કરસોગમાં 23 ટકા, જોગિંદરનગરમાં 24 ટકા, સરકાઘાટમાં 20 ટકા અને દૂનમાં 7 ટકા મતદાન થયું હતું.

હિમાચલ પ્રદેશની 68 બેઠકો ઉપર 412 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. આ ચૂંટણીમાં કુલ 55.93 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 28.55 લાખ પુરુષ અને 27.38 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. દરમિયાન પીએમ મોદી, અમિત શાહ, સીએમ જયરામ ઠાકુર અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સહિતના રાજકીય નેતાઓએ મતદાન માટે મતદારાઓને અપીલ કરી હતી. દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્ની મલ્લિકા નડ્ડા સાથે વિજયપુર બુથ ઉપર મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, લોકોમાં મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. તેમજ તેમણે લોકોને ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરવા અપીલ કરી હતી.