Site icon Revoi.in

હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં જામ્યો બરફીલો માહોલ, ગુજરાતમાં પણ વધ્યો ઠંડીનો ચમકારો

Social Share

અમદાવાદઃ ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હીમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીને ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલીયામાં 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસા અને ગાંધીનગરમાં 15 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યના બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ઠંડીમાં વધારા સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  બનાસકાંઠામાં વહેલી સવારથી વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચી જાય છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે. જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બરફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે.

માઉન્ટ આબુમાં આ વર્ષે છેલ્લા પાંચેક દિવસમાં ઠંડીનો પારો ગગડતા હાલ તાપમાન ઝીરો ડિગ્રી નોંધાયું છે. જેના કારણે વહેલી સવારે બરફની વર્ષા થઈ રહી છે. જેથી પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુજરાતમાંથી પહોંચેલા સહેલાણીઓ બરફની ચાદરો તેમજ આહલાદક વાતાવરણ જોઈને કાશ્મીર અને મનાલી જેવો અહેસાસ માઉન્ટ આબુમાં કરી રહ્યા છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડી હવાઓના કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે ઠંડી પડી રહી છે.

રાજ્યના બવામાન વિભાગે  ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.