Site icon Revoi.in

સુરતમાં મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂઃ ચાર સ્થળો ઉપર મેટ્રોનું કામ ઝડપથી શરૂ થવાની સંભાવના

Social Share

અમદાવાદઃ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ ઉપર મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂ કરીને કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભમાં 11 કિમીમાં 600 જેટલા પીલર બનાવવામાં આવશે. આ કામગીરીમાં 200 જેટલા ઈજનરો જોડાયાં છે. આમ હાલ એક સાથે ચાર સ્થળો ઉપર મેટ્રોનું કામ શરૂ કરવામાં આવશે.

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ સરકારે રૂ. 2 હજાર કરોડનું ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ ફ્રાન્સના અધિકારીઓએ સુરતની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટ વિશે માહિતી એકત્ર કરી હતી. સુરતમાં બે રૂટ ઉપર મેટ્રો શરૂ કરવામાં આવશે. એક રૂટ સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો 21.61 કિમી લાંબો હથે. જ્યારે બીજો રૂટ ભેસાણથી સરોલી સુધીનો 18.75 કિમીનો હશે. સરથાણાથી ડ્રીમ સિટીનો રૂટ અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડ હશે. જ્યારે ભેસાણથી સરોલીનો રૂટ એલિવેટેડ હશે. સુરતના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો માટે સોઈલ ટેસ્ટીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેટ્રોના રૂટ ઉપર પીલર માટે બોરિંગ કરવા માટે 15 હાઈડ્રોલિક રિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.