Site icon Revoi.in

વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ, અવકાશી નજારો 26 મે ના રોજ જોવા મળશે

Social Share

બ્રહ્માંડમાં રોજની લાખો ઘટનાઓ બનતી હશે અને એ તમામ ઘટનાઓ આપણે જોઈ શકતા નતી કે તેના વિશે જાણી શકતા નથી. ક્યારેક સુર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ જોવા મળે છે તો આ વખતે વર્ષ 2021નું પહેલુ ચંદ્રગ્રહણ લોકોને 26 મે ના રોજ જોવા મળશે.

વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ અને તેની વિવિધ કળા મુદ્રાઓ નિહાળવા વિશ્ર્વના લોકોમાં ઉત્સાહ જોવા મળે છે ત્યારે દુનિયાના અમુક દેશો, પ્રદેશોમાં આગામી 26મી મે બુધવારે ચંદ્રગ્રહણ અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં આંશિક ચંદ્ર ગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે. ભૂમંડળમાં આશરે 3 કલાક અને 8 મિનિટનો અલૌકિક અદભૂત અવકાશી નજારો નિહાળવા ખગોળ અને વિજ્ઞાન પ્રેમીઓમાં જબરી ઉત્કંઠા છે. જયારે રાજયમાં આ ગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે નહિ.

સંવત 2077 વૈશાખ શુકલ પક્ષ પૂનમને બુધવાર તા.26મી મે 2021ના રોજ અનુરાધા નક્ષત્ર, વૃશ્વીક રાશિમાં થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વીય ભારતના ભાગોમાં આંશિક ગ્રસ્તોદિત દેખાશે જયારે અલૌકિક અદભુત નજારો પૂર્વ એશીયા, પેસીફીક, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં જોવા મળશે.

ભારતીય સમયાનુસાર ભૂમંડળે ગ્રહણ સ્પર્શ 15 કલાકને 14 મિનિટ, ગ્રહણ સંમિલન 16 કલાકને 39 મિનિટ, ગ્રહણ મધ્ય 16 કલાક ને 48 મિનિટ, ગ્રહણ ઉન્મીલન 16 કલાકને 57 મિનિટ, ગ્રહણ મોક્ષ 18 કલાક અને રર મિનિટ, પરમ ગ્રાસ 1.016 રહેશે. ભારતમાં આંશિક ખંડગ્રાસ ગ્રહણ અને કયાંક માધ્ય ગ્રહણ જોવા મળવાનું છે. પૂર્વીય ભારત આસામ તરફ ગ્રસ્તોદય સ્થિતિમાં જોવા મળશે. ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ માત્રને માત્ર અવકાશી પરિભ્રમણ, ભૂમિતિની રમત છે.