Site icon Revoi.in

રક્ષાબંધનઃ સૂઈ ગામ સરહદ પર તૈનાત જવાનોને સીમા જાગરણ મંચની બહેનોએ રાખડી બાંધી ઉજવણી કરી

Social Share

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડીં બાંધીને પોતાની સુરક્ષાનું વચન લીધું હતું. દરમિયાન દેશની સરહદ ઉપર તૈનાત પરિવારથી દૂર ભારતીય આર્મીના જવાનોએ પણ બહેનોએ રાખડી બાંધીને ઉજવણી કરી હતી. ગુજરાતમાં બનાસકાંઠાના સૂઈ ગામ નજીક આવેલી પાકિસ્તાન સાથેની સરહદ ઉપર તૈનાત ભારતીય જવાનોને સીમા જાગરણ મંચની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

સીમા જાગરણ મંચની બહેનોએ બનાસકાંઠામાં રાષ્ટ્ર ની રક્ષા કરતા દેશ ના વીર સપૂતો ને દરેક ચોકી પર જઈ રાખી બાંધી રક્ષા ની પ્રાર્થના કરી હતી. સીમાવર્તી તમામ ગામોની બહેનો હાજર રહી હતી. આ પ્રસંગ્રે કીશોરભાઈ, લાલજીભાઈ, પરસોતમભાઈ, ગજેન્દ્રભાઈ ,સરસ્વતીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીની સરહદથી જોડાયેલો છે. કચ્છમાં સરહદ ઉપર તૈનાત જવાનોએ વિવિધ સંગઠન અને આસપાસના વિસ્તારની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.