Site icon Revoi.in

અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજના અધિકારીઓના વાહનમાં કોઈએ GPS ટ્રેકર લગાવી દીધા

Social Share

મોડાસાઃ કોમ્પ્યુટરના આધૂનિક યુગમાં હવે ગુના આચરનારા લોકો પણ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. હવે તસ્કરો અધિકારીઓ પર વોચ રાખી રહ્યા છે. આવો એક કિસ્સો મોડાસામાં બન્યો છે. અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજની કચેરીના અધિકારીઓના વાહન પર કોઈએ જીપીએસ ટ્રેકર લગાવી દીધુ હતું. જેથી રેડ પાડવા જાય તેની ખનીજ ચોરોને જાણકારી મળતી હતી. આખરે એક અધિકારીએ પોતાના સરકારી વાહન પર જીપીએસ ટ્રેકર જોતા જ આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હવે પોલીસ જીપીએસ ટ્રેકર કોને લગાવ્યું તેની તપાસ કરી રહી છે.

સૂત્રોના જમાવ્યા મુજબ અરવલ્લી ખાણ ખનિજ વિભાગની સરકારી જીપમાં કોઈએ જીપીએસ સિસ્ટમ લગાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ ગાડી લઈને કયાં વિસ્તારમાં તપાસ અર્થે જઈ રહ્યા છે. તે જાણવા માટે તેમની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવી દેવામાં આવી હતી. જોકે આ દરમિયાન બે જીપીએસ મળી આવ્યા હતા, ત્યારે તેમાં લગાવેલા સીમકાર્ડની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. જે કંપનીના સીમકાર્ડ છે, તે કંપની પાસેથી કાર્ડની ડિટેઈલ્સ મગાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણા4વ્યું હતું કે, ખાણ ખનિજ વિભાગની સરકારી જીપમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવી દીધું હતું. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગાડી લઈને કયાં વિસ્તારમાં તપાસ અર્થે જઈ રહ્યા છે. તે જાણવા કોઈએ આ કૃત્ય આચરતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર પ્રકરણની તપાસ અરવલ્લી સાયબર સેલને સોંપવામાં આવી છે. બીજી તરફ સરકારી ગાડીમાંથી જે બે જીપીએસ સિસ્ટમ મળ્યા છે. તેમાં લગાવવામાં આવેલા સીમકાર્ડની વિગતો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ અંગે મોડાસા ટાઉન પી.આઈ વાઘેલાએ જણાવ્યું હતુ કે, જીપીએસમાંથી મળી આવેલા સીમકાર્ડની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને કાર્ડ કોના નામે ઈસ્યુ થયા હતા તે કંપની પાસેથી જાણવા તજવીજ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.