Site icon Revoi.in

સોમનાથ મંદિરઃ પવિત્ર શ્રાવણ મહિનાને લઈને તડામાર તૈયારીઓ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે, જેને લઈને સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવમ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરવા આવે છે જેથી દર્શનાર્થીઓને મુશ્કેલીઓ ના નડે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સોમનાથમાં શ્રાવણમાસની તૈયારીઓ માટે અને સ્‍થળ નિરીક્ષણ તથા મંદિર સલામતી, વાહન પાર્કિંગ, યાંત્રીકો, ભાવિકોના જાન-માલ સલામતી અને વાહન પસાર થવાના નિયમન અને સુચારૂરૂપ ભાવિકોની શ્રદ્ધા અને તંત્રની સલામતી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તથા જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી સોમનાથ આવશે. સોમનાથ ટ્રસ્‍ટ તરફથી પણ વધારાના સુરક્ષા જવાનો તેમજ બે થી ત્રણ જેટલા વાહન પાર્કિંગ સ્‍થળો કરવા કાર્યવાહી ગતિમાં છે.

આ ઉપરાંત વિશેષ કન્‍ટેનર કેબીન, કલોકરૂમ-જુતા ઘર અંગેની કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં સોમનાથ આવતા ભાવિકોને વીના મૂલ્‍યે ભોજન, પ્રસાદ ફરાળના સેવાભાવી સ્‍ટોલો પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. શ્રદ્ધાળુઓની તમામ સુવિધા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version