Site icon Revoi.in

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

Social Share

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ તેનો દીકરો હોવાનું જાણવા મળે છે. દીકરો અને તેની પત્ની વૃદ્ધાને પૈસા માટે માર મારતા હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર ઘટના તમિલનાડુના નામક્કલ શહેરની છે જ્યાં એક દીકરો હેવાનીયતની તમામ હદ પાર કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે પોતાની માતાને માર મારી રહ્યો છે અને રસ્તા ઉપર ઢસળી રહ્યો છે. આ વૃદ્ધાનું નામ માલકિન નલ્લમ્મલ છે અને પતિના અવસાન બાદ પોન્નેરિપટ્ટીમાં એકલવાયુ જીવન જીવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૃદ્ધાએ પહેલા જ પોતાની જમીન દીકરાને નામે કરી દીધી છે. હવે માતાની આવક ઉપર હક જમાવવા માંગે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર નલ્લમ્મલ પોતાનું ગુજરાન ચલાવવા માટે મનરેગા યોજનામાં કામ કરે છે. હવે દીકરાની નજર માતાની આ આવક ઉપર છે. વૃદ્ધાએ મહેનત કરીને લગભગ રૂ. 3 લાખ ભેગા કર્યાં છે. આ નાણા તેમને ઘરમાં જ સાચવીને રાખ્યાં છે. માતાને ઢસતા દીકરાનું નામ શનમુગમ હોવાનું જાણવા મળે છે. માતાની કમાઈ પચાવી પાડવા માટે જ તેને મારતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વૃદ્ધાએ એક શ્વાનને પાળ્યો હતો. જેને તેની વફાદારી નીભાવી હતી. શુનમુગન દ્વારા માતાને માર મારવામાં આવતો હતો ત્યારે શ્વાન તેને બચાવવાનો પ્રયાસ કરતો હતો. એટલું જ શનમુગમને ચારથી પાંચ વખત તરાપ પણ મારી હતી. જેથીરેલા દીકરાએ માતાને ઢસળવાનું બંધ કરી દીધું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એવુ મનાઈ રહ્યું છે શનમુગનની આ હેવાનિયાતમાં તેની પત્ની અને સંબંધીઓ પણ સામેલ હતા. તેમણે શ્વાનને પથ્થર મારીને ભગાડ્યો હતો. કલાકો સુધી વૃદ્ધા રસ્તા ઉપર પડી રહી હતી બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ વીડિયો સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. તેમજ પોલીસે ગુનો નોંધીને શનમુગમને ઝડપી લીધો છે. જ્યારે તેની પત્ની ફરાર થઈ ગઈ છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Exit mobile version