Site icon Revoi.in

સોનિયા ગાંધી-ખડગે સૌથી વધુ કોમવાદી, ભાજપમાં જોડાનાર બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનિલ શર્માનો આરોપ

Social Share

નવી દિલ્હી: બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા અનિલ શર્મા ગુરુવારે ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ કોમવાદી પાર્ટી બની ચુકી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂ ખડગે અને સોનિયા ગાંધી સૌથી વધુ કોમવાદી લોકોની કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં ભાજપના મુખ્યમથકમાં અનિલ શર્માને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી.

અનિલ શર્માએ કહ્યુ કે સોનિયા ગાંધીએ અયોધ્યામાં થયેલા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ ઠુકરાવ્યું, પરંતુ જ્યારે ઈટાલીમાં મધર ટેરેસા સાથે જોડાયેલો કાર્યક્રમ થયો, તો તેમણે કોંગ્રેસના ડેલિગેટને મોકલ્યા.

અનિલ શર્માએ આરોપ લગાવ્યો છે કે મલ્લિકાર્જૂન ખશડગે કેવી રીતે એક ધર્મ વિશેષ પ્રત્યે દ્રષ્ટિકોણ ધરાવે છે. શર્માએ ખડગેનું એક જૂનું નિવેદન પણ સંભળાવ્યું કે જેમાં તેઓ કહેી રહ્યા છે કે જો નરેન્દ્ર મોદીનું રાજ આવશે, તો દેશમાં માત્ર સનાતનનું જ રાજ હશે.

બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અનિલ શર્માએ કહ્યુ છે કે હાલ દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક પ્રકારે તે વિચારધારા છે, જે સનાતન ધર્મને બચાવવા માટે લડી રહી છે, જ્યારે બીજી તરફ તે વિચારધારા છે, જેની કોશિશ સનાતનને મિટાવવાની છે. તેમણે આગળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યુ છે કે રાહુલ ગાંધી સનાતનને મિટાવનારી વિચારધારા પર કામ કરી રહ્યા છે. અનિલ શર્માએ કહ્યુ છે કે તે કપડા ઉપર જનોઈ પહેનારા જનોઈધારી નથી.

અનિલ શર્મા 31 માર્ચે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને લખેલા પત્રમાં જણાવ્યુ હતુ કે તેઓ પપ્પૂ યાદવના કોંગ્રેસમાં સામેલ થવાથી નારાજ છે. તેના કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ હતુ કે જો લોકસભા ચૂંટણીમાં આરજેડીને ચારથી પાંચ બેઠકો મળી ગઈ, તો બિહારમાં તેજસ્વી યાદવનું જંગલરાજ આવી જશે. લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ છોડનારા નેતાઓની સંખ્યા વધી રહી છે.