Site icon Revoi.in

સૌરવ ગાંગુલી એ BCCI નું અધ્યક્ષ પદ છોડવાના આપ્યા સંકેત – કહ્યું, ‘હું હવે કંઈક બીજૂ કરવા જઈ રહ્યો છું’

Social Share

દિલ્હીઃ-  દેશના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનું BCCI પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત છે. બિન્ની પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં બિન્ની માટે પોતાનું પદ છોડશે.

ગુરુવારે એક ઈવેન્ટ દરમિયાન તેણે મીડિયા સાથે વાતચીત કરી અને અનેક સંકેતો આપ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલીએ આ વખતે બોર્ડ પ્રેસિડેન્ટ પદ માટે પોતાનું નોમિનેશન પણ ભર્યું નથી. તે જ સમયે, ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીના નવા પ્રમુખ બનવાની ચર્ચાઓ પણ જોરમાં છે. મંગળવારે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બિન્ની બિનહરીફ ચૂંટાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની દ્વારા સર્વોચ્ચ સંસ્થાની આગામી એજીએમ (વાર્ષિક સામાન્ય સભા)માં બોર્ડના પ્રમુખ તરીકે બદલવામાં આવશે.

આ સમગ્ર બાબત વચ્ચે હવે ગાંગુલીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે, ‘હું હવે કંઈક બીજું કરવા જઈ રહ્યો છું. મારી ક્રિકેટ કારકિર્દીના 15 વર્ષ ઘણા સારા રહ્યા. હું પહેલા CAB પ્રેસિડેન્ટ બન્યો, પછી BCCI પ્રેસિડેન્ટ બન્યો અને હવે કંઈક બીજું કરીશ.

મીડિયા રિપોર્ટ વતી કહેવામાં આવ્યું હતુ કકે ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા માંગે છે, પરંતુ બોર્ડના વર્તમાન પદાધિકારીઓ તેની સાથે સહમત ન હતા. બાદમાં, તેમને આઈપીએલના અધ્યક્ષ પદની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ ગાંગુલીએ તેને ઠુકરાવી દીધી હતી, એમ કહીને કે તેઓ ટોચના પદ સંભાળ્યા પછી બોર્ડની પેટા સમિતિના વડા બનવા માંગતા નથી. હવે ગાંગુલીએ આ તમામ બાબતો પર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે હું કઈક મોટૂ કરવા માંગુ છું.

એક કાર્યક્રમ દરમિયાન તેમેએ કહ્યું કે . ‘હું એડમિનિસ્ટ્રેટર રહ્યો છું, મારી પાસે બીજી કોઈ યોજના છે.’ તમે તમારા જીવનમાં જે કંઈ કર્યું છે તે શ્રેષ્ઠ ક્ષણો છે. આ દરમિયાન તેણે ભારત માટે રમવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.અને બાબતો યાદ કરી હતી. વધુમાં તેમણે એમ પણ કહ્યપું કે તે શ્રેષ્ઠ દિવસ છે જ્યારે તમે ભારત માટે રમો છો. હું બીસીસીઆઈનો અધ્યક્ષ રહ્યો છું અને મહાન કાર્યો કરતો રહીશ. તમે કાયમ માટે ખેલાડી બની શકતા નથી, તમે કાયમ માટે એડમિનિસ્ટ્રેટર બની શકતા નથી. તે બંને કરવા માટે મહાન હતું.