Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર પ્રભાસની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ’ રાધે-શ્યામ’ની રિલીઝ ટેડ આવી સામે

Social Share

મુંબઈઃ- સાઉથની ફિલ્મો અને સાઉથના સ્ટાર્સ આજકાલ  સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહ્યા છે,ફિલ્મ બાહુબલીની સફળતા બાદ પ્રભાસની લોકપ્રિયતામાં વધારો થયો છે.ત્યારે હવે તેની અપકમિંગ મોસ્ટ અવોઈટેડ ફિલ્મ રાધેશ્યામને લઈને એક સારા સમાચાર દર્શકો માટે સામી આવી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર રાધે શ્યામની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી ચૂકી  છે. આ ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે જેની દર્શકો ઘણા સમયથઈ રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે  કોરોનાના ત્રીજોતા ઘણી મોટી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતી જોઈને નિર્માતાઓ નવી રિલીઝ ડેટની જાહેરાત કરી રહ્યા છે.

ટ્વિટર પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં અભિનેત્રી પૂજા હેગડેએ લખ્યું, “આ રોમાંચક પ્રેમકથા 11 માર્ચે સિનેમાઘરોમાં આવશે.” 1970 ના દાયકાની આ વાર્તા “રાધે શ્યામ” માં પ્રભાસ વિક્રમાદિત્યની ભૂમિકા ભજવશે, જે પૂજા હેગડે દ્વારા ભજવવામાં આવેલી ‘પ્રેરણા’ નામની યુવતીના પ્રેમમાં પડે છે.આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે

Exit mobile version