Site icon Revoi.in

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન કોરોના વાયરસથી થયા સંક્રમિત

Social Share

બેંગ્લોર: સુપરસ્ટાર કમલ હાસન કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. અભિનેતા તાજેતરમાં જ યુએસ ટ્રીપ પરથી પરત ફર્યા હતા. જે બાદ તેને હળવી શરદી થઈ હતી. આ પછી તેને ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર શેર કર્યા હતા. અભિનેતાએ કહ્યું કે,મહામારી ખતમ નથી થઈ, સુરક્ષિત રહો.જોકે,કમલ હાસનને કોરોનાની વેક્સિન લગાવી ચુક્યા હતા.

જ્યારથી કમલ હાસનના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે ત્યારથી ચાહકો તેના માટે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાએ થોડા દિવસો પહેલા જ ત્રણેય કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અહિંસક સંઘર્ષ બાદ ખેડૂતો જીત્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે,કેવી રીતે તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમે આ કાયદાઓનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેમની પાર્ટીના નેતાઓ ખેડૂતોના આંદોલનમાં જોડાયા હતા, તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.

કમલ હાસન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘વિક્રમ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતાઓએ કમલ હાસનનો ફર્સ્ટ લૂક વીડિયો તેના જન્મદિવસ પર શેર કર્યો છે. તેની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કમલ હાસને પોતાની શાનદાર એક્ટિંગથી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ એક અલગ ઓળખ બનાવી છે. અભિનેતાએ તેની કારકિર્દી 1960 થી શરૂ કરી હતી. હિન્દી સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Exit mobile version