Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં 31 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સમયસરની પધરામણીને લીધે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે.. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યારબાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકાનો વધારો થયો છે. બીજી તરફ મગફળીના વાવેતરમાં 7.41 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં 30,93,100 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 4.62 લાખ, જામનગર જિલ્લામાં 3.03 લાખ, મોરબી જિલ્લામાં 2.14 લાખ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3.50 લાખ, પોરબંદર જિલ્લામાં 91,600, જૂનાગઢ જિલ્લામાં 3.12 લાખ, અમરેલી જિલ્લામાં 5.19 લાખ, ભાવનગર જિલ્લામાં 3.53 લાખ, બોટાદ જિલ્લામાં 1.69 લાખ, ગીર સોમનાથ જિલ્લામાં 1.44 લાખ
દેવભૂમિ દ્વારકામાં 1.75 લાખ હેક્ટરમાં થયુ છે. એમાં કપાસનું 15,42,700 હેક્ટર અને મગફળીનું 12,18,600 હેક્ટરમાં વાવેતર થયું છે.

કૃષિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટમાં ભારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જોકે વરસાદને કારણે ખતીપાકને નુકશાન થયાનું હજુ જાણવા મળ્યુ નથી. કૃષિપાકને નુકશાન થયાની ફરિયાદો મળશે તો સરકારની સુચના બાદ સર્વે કરાવવામાં આવશે. હાલ ગીર સોમનાથ સહિત સોરઠ પંથક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. પરંતુ ઉઘાડ નિકળ્યા બાદ જ નુકશાનીની ખબર પડી શકે તેમ છે. ખંડુકોએ આ વખતે કપાસનું વાવેતર સૌથી વધુ કર્યું છે. ગત સીઝનમાં ખેડુતોને કપાસના પાકના ખૂબ સારા ભાવ મળ્યા હતા. તેથી આ વર્ષે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં વધારો થયો છે.