Site icon Revoi.in

અવાજ પ્રદૂષણ સામે યુપી પોલીસનુ ખાસ અભિયાન – મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવાયા તો કેટલીક જગ્યા એ આવજ ઘટાડાયો

Social Share

લખનૌ – ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં હાલ પોલીસ એક ખાસ અબજહીયાં ચલાવી રહી છે જાણકારી મુજબ  પોલીસે પૂજા સ્થાનો, મસ્જિદો અને ધાર્મિક સ્થળો પર લગાવેલા ગેરકાયદે લાઉડસ્પીકરોને હટાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.  રાજ્યભરમાં લાઉડસ્પીકરથી થતા ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ સમયગાળા દરમિયાન, ઘણી મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ઘણી જગ્યાએ અવાજ ઓછો કરવામાં આવ્યો હતો. સવારે પાંચ વાગ્યાથી શરૂ કરાયેલી ઝુંબેશમાં સાત હજારથી વધુ લાઉડસ્પીકરનું વોલ્યુમ ઘટાડી દેવામાં આવ્યું હતું, જ્યારે ત્રણ હજારથી વધુ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ હેઠળ, પ્રથમ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવા સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં ધોરણો મુજબ લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા નથી. હવે તે ગેરકાયદે લાઉડસ્પીકર દૂર કરવામાં આવી રહ્યા છે.

આજરોજ સોમવાની સવારથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં સેંકડો લાઉડસ્પીકર કાં તો જપ્ત કરવામાં આવ્યા છે અથવા તેમના વોલ્યુમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અભિયાન સોમવારે સવારે 5 વાગ્યે શરૂ થયું હતું. આ અંતર્ગત લખનૌની તકિયા વલી મસ્જિદ સહિત અન્ય ઘણા ભાગોમાં લાઉડસ્પીકર નીચે લાવવામાં આવ્યા હતા.

આ સાથે કાનપુર, હમીરપુર સહિત અન્ય જિલ્લાઓમાં પોલીસે કાં તો માઈકનું પ્રમાણ ઘટાડ્યું અથવા તો લાઉડસ્પીકર ઉતારી લીધા. આ અભિયાન દરમિયાન, અયોધ્યા અને ચિત્રકૂટ જેવા જિલ્લાઓમાં પણ, મસ્જિદો પરના ધોરણો મુજબ લાઉડસ્પીકર જોવા મળ્યા ન હતા. ચિત્રકૂટની એક મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યું.