Site icon Revoi.in

મહેસાણામાં યોજાયું ‘પેરેન્ટિંગ ફૉર યંગ CEOs’ પર વિશેષ સેશન

Special session on 'Parenting for Young CEOs' held in Mehsana

Special session on 'Parenting for Young CEOs' held in Mehsana

Social Share

મહેસાણા, 13 એપ્રિલ, 2026: ‘Parenting for Young CEOs આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓના ઘડતર અને તેમને ભવિષ્યના સફળ નેતા (Leader) બનાવવા માટે ‘ધ યંગ સીઈઓ ક્લબ’ (The Young CEO Club) દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Parenting for Young CEOs’ વિષય હેઠળ યોજાયેલા આ સેશનમાં વાલીઓને આધુનિક પેરેન્ટિંગની કળા અને વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવાના રસ્તાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવનમાં પરિવર્તન લાવવાના મુદ્દાઓ પર જાણકારી આપવામાં આવી. આધુનિક યુગમાં પેરેન્ટિંગના Do’s and Dont’s વિશે સમજ આપવામાં આવી હતી. આજના બદલાતા સમયમાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો અને કઈ બાબતો ટાળવી, 7 ગોલ્ડન રૂલ્સ, યંગ CEOs ના જીવનને પ્રેરણા આપવા માટે પેરેન્ટિંગના નિયમોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

લીડરશિપ ડેવલપમેન્ટ

વિદ્યાર્થીઓની સફરને એક આત્મવિશ્વાસુ નેતા તરીકે કેવી રીતે પરિવર્તિત કરવી તે અંગેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેશન ‘ધ યંગ સીઈઓ ક્લબ’ ના સ્થાપક પયંક પટેલ દ્વારા લેવામાં આવ્યું હતું. પયંક પટેલ 1300 થી વધુ બિઝનેસ ઓનર્સ અને 600 થી વધુ વિદ્યાર્થીઓને મેન્ટર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ સફળતા હાંસલ કરી છે.

આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના જીવનની જવાબદારી લેતા શીખવવાનો અને વાલીઓને તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવાનો હતો.

આ પણ વાંચોઃ ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ

Exit mobile version