Site icon Revoi.in

ગુજરાતમાં સ્કૂલ નહીં જતી 11થી 14 વર્ષની કિશોરીઓને અપાઈ વિશેષ તાલીમ

Social Share

અમદાવાદઃ રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ. દ્વારા11 થી 14 વર્ષની શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત સરકાર દ્વારા નકકી કરેલ 100 દિવસની પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ અંતર્ગત આણંદ જિલ્‍લા પંચાયતના આઇ.સી.ડી.એસ. દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની 42391 જેટલી કિશોરીઓ ભાગ લીધો હતો. તદ્અનુસાર એસ.એ.જી યોજના અંતર્ગત 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓને પોષણ અને પોષણ સિવાયની સેવાઓનો લાભ આપવામાં આવે છે. 100 દિવસની કામગીરી માટે કિશોરીઓ આરોગ્ય અને પોષણ અંગે જાગૃત થાય અને જનજાગૃતિ અભિયાન દ્વારા પોતાના આરોગ્ય અને પોષણ માટે સજાગ બની સુપોષણ તરફ આગળ વધે તે માટે પ્રવૃત્તિ પ્લાન બનાવવામાં આવ્‍યો હતો.

આ યોજના અંતર્ગત તા. 25મી ઓક્ટોબર 2021 થી 10મી જાન્યુઆરી 2022 ના સમયગાળા દરમિયાન કિશોરીઓ પાસે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં હતી જેમાં યોજનાનો ગરબો, રંગોળી હરીફાઈ, પૂર્ણા શક્તિ (ટી.એચ.આર.)માંથી વાનગી બનાવવી. માસિક સ્ત્રાવ અંગે સમજ, એનીમીયા અંગે સૂત્રોના બેનર સાથે પ્રભાત ફેરી, કિશોરીનો પોષણ વોક, પોષણ તોરણ બનાવવાની હરીફાઈ, આઈ.એફ.એ.ગોળી અંગે જાગૃતિ, કિશોરીઓના કાયદા વિષે સમજણ, સમતોલ આહારનું મહત્વ, જાતિય શિક્ષણ, પોષણ ચેઇન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે અંતર્ગત તાજેતરમાં જિલ્‍લાની દરેક આંગણવાડી, શાળા અને  કોમ્યુનીટી હૉલમાં સેલ્ફી પોઈન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ  સેલ્ફી પોઇન્ટની ચારે બાજુ IEC ના સૂત્રો લખી SAG અને PURNA યોજનામાં નોંધાયેલ 42391 કિશોરીઓએ ભાગ લઈ સેલ્ફી લીધી હોવાનું તેમજ આ તમામ પ્રવૃતિઓ કોવિડ-19 ગાઈડલાઇનના પાલન સાથે કરવામાં આવી હતી.

 

Exit mobile version