Site icon Revoi.in

સ્પાઈસ જેટ દ્વારા કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણેથી દિલ્હી એરપોર્ટ પર  લાવવામાં આવ્યો 

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ અનેક લોકો વેક્સિનની આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા ત્યારે હવે ઈતંઝારનો અંત આવ્યો છે,પૂણે ઝોન 5ના ડીસીપી નમ્રતા પાટિલએ જણાવ્યું હતું કે,જરુરી સુરક્ષાની વ્યવસ્થા સાથે વેક્સિનનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો છે, પૂણે સ્થિત સીરમ સંસ્થા દ્રારા નિર્માણ પામેલી કોરોનાની વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણે હવાઈ મથકથી રવાના થઈને દિલ્હી હવાઈ મથક પર આવી પહોંચ્યો છે

દેશના અનેક રાજ્યોમાં પહોંચાડાશે વેક્સિન

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ બાબતે કહ્યું કે,’આજે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઇન્સ પુણેથી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટણા, બેંગલોર, લખનઉ અને ચંદીગઢ 56.5 લાખ ડોઝ સાથે તેની ઉડાન ભરશે

સ્પાઈસ જેટના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે કહ્યું, ‘સ્પાઇસ જેટ આજે ભારતમાં કોરોનાની વેક્સિનની પહેલો જથ્થો પહોંચાડ્યો છે. કોવિશિલ્ડની પ્રથમ બેચમાં 1088 કિલો વજનના 34 બોક્સ હતા જે પૂણેથી દિલ્હી લાવવામાં આવી છે.

પ્રથમ જથ્થાને ચુસ્ત સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. ત્રણ ટ્રકમાં કોવિશિલ્ડ રસીને પૂણે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લઈ જવામાં આવ્યો હતો. તેમને એરપોર્ટથી દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,દેશમાં રસીકરણનું કામ શનિવારથી 16 જાન્યુઆરીથી શરૂ થશે.

દવાની ખેપ પહોંચાડવાની જવાબદારી લીધેલ કંપની એસબી લોજિસ્ટિક્સના એમડી સંદીપ ભોંસલેએ જણાવ્યું હતું કે, આજે  પૂણે એરપોર્ટથી આઠ વિમાન દ્વારા કોરોના વેક્સિન દેશના 13 સ્થળોએ પૂમોકલવામાં આવશે. પહેલું વિમાન પુણે એરપોર્ટથી દિલ્હી પહોંચ્યું છે.

સાહિન-