Site icon Revoi.in

ભારત અને જાપાન વચ્ચે આધાત્મિક સંબંધઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનના ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે આધ્યાત્મિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે સાત દાયકાથી સારા સંબંધ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા રાષ્ટ્રગાન થયું હતું અને “ભારત માતા કી જય” અને “જય શ્રી રામ”ના ગગન ભેદી નારાથી સભા હોલ ગુંજી ઉઠ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે પણ જાપાન આવું છું ત્યારે તમારામાં સ્નેહ વર્ષામાં વધારો જોવું છું. ઘણા લોકો વર્ષોથી અહીં રહે છે. જાપાનની ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને ખાનપાન એક રીતે તમારા જીવનનો હિસ્સો બની ગયો છે. આપણી વિશેષતા એ છે કે, આપણે કર્મભૂમિથી તન મનથી જોડાઈ જઈ છીએ, પરંતુ માતૃભૂમિ સાથે પણ જોડાણ રાખીએ છીએ, માતૃભૂમિથી ક્યારે અંતર ઉભુ નથી કરતા આ આપણુ સૌથી મોટુ સામથ્ય છે. મારી જન્મભૂમિ ગુજરાત છે જ્યારે હું વારાણસીનો સાંસદ છું. ભારત અને જાપાન વચ્ચે બુદ્ધ અને બૌદ્ધનો સંબંધ છે. બંને દેશો વચ્ચે આત્મીયતામાં વધારો થયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોરોના કાળમાં દુનિયાના તમામ દેશો ચિંતામાં હતા, ત્યારે ભારતે આ પડકારમાં દુનિયાને મદદ કરી છે, ભારતે દુનિયાના 100થી વધારે દેશોને વેક્સિન પુરી પાડી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત વધારે મજબુત બન્યું છે અને તમામ પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. ભારતમાં ભાજપના શાસનમાં લોકશાહીને વધારે મજબુત બનાવવામાં આવી છે, લોકતંત્ર ઉપર ભારતીયોનો વિશ્વાસ વધ્યો છે, દેશમાં મહિલાઓની હિસ્સેદારી બની છે. દુનિયા હાલ ભારતનું સામર્થય જોઈ રહ્યું છે, ભારત હાલ ડિજીટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. દુનિયામાં સૌથી વધારે 40 ટકા નાણાનું ટ્રાન્જેક્શન ડિજીટલ મારફતે થાય છે.