Site icon Revoi.in

રાજ્યમાં યોજાતી ખેલ-કૂદ સ્પર્ધાઓમાં સ્પોન્સર પણ મળતા નથી

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખેલ મહાકુંભ’ ની ભેટ આપી હતી જેમાં છેક ગ્રામીણ કક્ષાથી રાજય કક્ષા સુધી પરંપરાગત ખેલકુદ સ્પર્ધાઓ દર વર્ષે યોજાય છે. જોકે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષમાં આ આયોજન થઈ શકયું નથી પણ ખેલકુદને પ્રોત્સાહનમાં રાજય સરકારની સાથે ગુજરાત સ્થિત કંપનીઓ હાથ મિલાવે તો સોનામાં સુગંધ ભયે તેવી સ્થિતિ બને છે પરંતુ હાલ ચાલી રહેલા ઓલમ્પિક મહોત્સવમાં ભારતીય ખેલાડીઓને સ્પોન્સર કરનારા અમૂલ સહિતની કંપનીઓ સામાન્ય દિવસોમાં ખેલકુદને પ્રોત્સાહીત કરવામાં નિષ્ફળ રહી છે.

દરેક કંપનીને તેના નફાના 2% રકમ સામાજીક જવાબદારી રૂપે ખર્ચ કરવાના હોય છે જેમાં ખેલકુદ, આરોગ્ય, શિક્ષણ કે કોઈપણ સામાજીક કામગીરીમાં ઉપયોગ કરી શકે છે પણ ગુજરાતની કંપનીઓએ આ પ્રકારના ખાસ ભંડોળમાં ફકત 1% રકમ જ ખેલકુદ પાછળ ખર્ચ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા રૂા.910 કરોડની રકમ સામાજીક જવાબદારી તરીકે ખર્ચ કર્યા છે પણ તેમાં ખેલકુદ માટે ફકત 1.86 કરોડનો જ ખર્ચ થયો છે.રાજયમાં 1488 કંપનીઓના ‘હિસાબ’ માંથી આ જાહેર થઈ છે. જો કે હાલની દલીલ છે કે મોટાભાગની કંપનીઓ છેલ્લા બે વર્ષથી તેના આ ખાસ ભંડોળને કોરોના સંબંધિત કામગીરી માટે ખર્ચ કરી રહી છે. જયારે સામાન્ય સંજોગોમાં પણ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ ક્ષેત્રમાં સુવિધા આપવામાં ખર્ચ કરે છે. જો કે આ ટ્રેન્ડ ફકત ગુજરાત જ નહી પણ દેશ માટે કંપનીઓએ 2019-20માં કુલ રૂા.21213 કરોડની રકમ સામાજીક જવાબદારી તરીકે ઉપયોગ કર્યા તેમાં ફરી રૂા.263 કરોડ ખેલરૂપ ખર્ચ ફાળવ્યા છે.

(PHOTO-FILE)